મોરબી: ટાઈલ્સના વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર પાંચ વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ
વ્યાજખોરીનું દૂષણ ડામવા ગુજરાત સરકાર પ્રયત્નશિલ છે છતા સતત ને સતત વ્યાજખોરો નો ત્રાસ વધી રહ્યો છે ત્યારે મોરબીમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
મોરબીમાં રહેતા ટાઇલ્સ ટ્રેડિંગના વેપારીએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લિધેલ હોય જે વ્યાજે લીધેલ રૂપિયાનું ઉંચુ વ્યાજ ચુકતે કરી હોવા છતાં આરોપીઓએ બળજબરી પૂર્વક વધુ રૂપિયા પડાવવાના હેતુથી આરોપીઓએ વેપારીને ગાળો આપી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની કેનાલ રોડ અવધ -૪ શેરી નં -૦૭મા રહેતા ગૌરવભાઈ દલસુખભાઈ કાવર (ઉ.વ.૨૫) એ આરોપી સંજયભાઇ બોરીચા રહે. ગામ- ફડસર જી. મોરબી, મહેશભાઇ રબારી રહે. શનાળા તા. જી. મોરબી, નરેશભાઇ ઠાકોર રહે. શનાળા તા.જી. મોરબી, ભરતભાઇ બોરીચા રહે. મોરબી, જયદીપભાઇ બોરીચા રહે. મીતાણા તા. ટંકારાવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપીયા લીધેલ હોય જે વ્યાજે લીધેલ રૂપીયાનુ ઉચું વ્યાજ ચુકતે કરી મુળ રકમની તેમજ ચુકતે નહી કરેલ વ્યાજના રકમની માંગણી કરી આરોપીઓએ ફરીયાદી પાસેથી વધુ રૂપીયા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીને ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.