પવનોની દિશા બદલાતા મોરબીમાં ઠંડીનો ચમકારો
પવનોની દિશા બદલાતા મોરબીમાં ઠંડીનો ચમકારો
હવામાન વિભાગની આગાહી અનુસાર ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળવાનો હતો. તે મુજબ જ છેલ્લા બે દિવસમાં ફરી એક વખત રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, તેથી ઠંડીનું જોર વધ્યું છે. હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે
મોરબીની વાત કરીએ તો ડીસેમ્બર ની શરૂઆત થઈ ગઈ હોવા છતાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો પરંતુ આજ થી ઠંડી નું જોર વધ્યું છે અને હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળશે
ગત સપ્તા દરમિયાન ગુજરાત પર આવતા પવનોની દિશા જે ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી હતી તે બદલાઈને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી થઈ છે. જેથી રાજસ્થાનના સૂકા રણ પ્રદેશમાંથી પવન ગુજરાત સુધી આવી રહ્યા છે, તેથી ઠંડા પવનોને કારણે ગુજરાતમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે આથી મોરબી સહિત કેટલાક જિલ્લાઓમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે, જેથી ડિસેમ્બરની ઠંડીનો અનુભવ થશે