સરકાર માં સ્વામિનારાયણ જ સર્વોપરી.. હનુમાનજી મંદિર પણ ના બચાવી શક્યા !!!
મોરબી મચ્છુ નદીના પટમાં BAPS સંસ્થા દ્વારા ગેરકાયેસર કબ્જા અને મંજૂરી વિનાના બાંધકામ નો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં જિલ્લા તંત્ર દ્વારા નોટિસ – નોટિસ ની રમતનો હાસ્યાસ્પદ ખેલ લોકચર્ચા નો ચકડોળ બન્યો છે
મોરબીની મચ્છુ નદી ખુબજ સેંસીટિવ નદીઓમાં મોખરે છે ભૂતકાળમાં પુરહોનારતની ઘટના દેશવિદેશ માં જાણીતી છે તથા હમણાં જૂલતા પૂલ દુર્ઘટના બની ત્યાજ મચ્છુ નદીના પટમાં BAPS સંસ્થા દ્વારા ગેરાયદેસર બાંધકામ કરી નદીની પહોળાઈ ઘટાડવાની લોકફરિયદ ઉઠી હતી જેના ભાગરૂપે તંત્ર દ્વારા તપાસ કરી અહેવાલ જાહેર કરાયો જેમાં તંત્ર અને સરકારના પ્રવકતા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે BAPS સંસ્થા દ્વારા ગેરાયદેસર મંજૂરી લીધા વિનાનું અને મોરબીવાસીઓ ના જીવને જોખમ થાય એ રીતનું કાર્ય કરેલ છે જેને પગલે શરૂવાત માં તંત્ર દ્વારા BAPS સંસ્થા પોઝિટિવ અને સકારાત્મક હોઈ જાતે દબાણ દૂર કરશે નો રાગ આલાપ્યો હતો
ચોમાસું માથે હોઈ BAPS સંસ્થા દ્વારા જાતે બાંધકામ દૂર ના કરતા મોરબી નગરપાલિકા દ્વારા બાંધકામ મંજૂરી વિનાનું હોઈ જેથી ૩૦ દિવસમાં સ્વખર્ચે બાંધકામ દૂર કરવાની નોટીસ આપી હતી જે દિવસો પૂર્ણ થવા છતાં કોઈ દબાણ દૂર કરવાની તસ્દી ન લીધી જેથી નગરપાલિકા દ્વારા ફરી દિવસ ૨ માં બાંધકામ દૂર કરવા BAPS સંસ્થા ના વહીવટી અને ૧૨ લોકોને જવાબદારી સાથેની નોટીસ આપી બાદમાં સીટી મામતદાર અને નગરપાલિકા દ્વારા ફરી ૨૪ કલાક નું અલ્ટીમેટમ આપવામાં આવ્યું જેને પણ BAPS સંસ્થા ઘોળીને પી ગઈ, હવે તંત્ર પાસે આ અંગે નો આગળ કાર્યવાહી કરવા કોઈ જવાબ નથી કે જાણકારી નથી
ચક્રવાત ન્યૂઝ સ્પષ્ટતા કરે છે કે BAPS સંસ્થા ના સર્વે નં ૧૭/૧,૧૭/૨,૧૮/૧ અને ૧૮/૨માં બાંધકામ થઈ રહ્યુંછે જેમાં સર્વે નં ૧૭/૧ અને ૧૭/૨ મંદિરનો ભાગ નથી જે ફકત બાગ બગીચા, ફુવારા સાથે નો પ્રોજેક્ટ છે તેમ છતાં સંસ્થા દ્વારા મોરબી વાસીઓના જીવના ભોગે પણ દબાણ દૂર કરી નદીનો ભાગ ખુલ્લો કરવા તૈયાર નથી અને તંત્ર જાજા ધણીની ધણીયારી ની જેમ લાચાર થઈ TRP કાંડ જેવા કાંડ થવાનો તમાશો જોઈ રહ્યું છે
સરકારમાં સ્વામિનારાયણ જ સર્વોપરી છે આટલી નોટીસ છતા તંત્ર ધૃષ્ટરાષ્ટ્ર ની જેમ આંધળું થઈ ગયું જ્યારે મોરબીના જ પંચાસર રોડ ઉપર આવેલ અતુલિત બળધામાં હનુમાનદાદા નું મંદિર ફક્ત ટ્રાફિક સમસ્યા સર્જી શકે તેવી શક્યતા ના આધારે એક નોટીસથી તોડી પાડ્યું. તથા લોકોની આસ્થા માટે મૂર્તિ લેવા પણ સમયના આપિયો અને મંદિર ને તોડી પડ્યાયું અને મંદિર તોડી પડાઇ રહ્યું ત્યારે હાજર તંત્ર જગત જમાદારની જેમ રોફ જડતું હતું કે હવે ટાઈમ ના મળે જ્યારે આજે એક સંસ્થા સામે ભીગી બિલ્લી થઈ ગયું છે આગળ શું કરવું એ બાબતે મોન છે માટે સરકાર માં સનાતન કરતા સ્વામિનારાયણ જ સર્વોપરી વાત સાબિત થઈ ગઈ છે
ચક્રવાત ન્યૂઝ લાગણી અને આસ્થાથી પર NO Fear NO fever સાથે કામ કરતું અને સરકારના જુદા માપદંડ અને કાર્યપદ્ધતિ ને ઉજાગર કરતું માધ્યમ છે