Thursday, September 19, 2024

મોરબી તાલુકાના વિરપડા ગામ સહીતના દશ ગામોમાં લીલો દુષ્કાળ જાહેર કરી સહાય ચુકવવાની ખેડૂતોએ સરકારને કરી રજુઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાનું વીરપરડા ગામ જે છેવાડાનું ગામ છે ત્યાંથી માળીયા તાલુકો તેમજ જોડીયા તાલુકાની સીમ લાગે છે ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે વિરપરડા ગામની સીમમાં સંપુર્ણપણે પાક નિષ્ફળ ગયેલ છે. તેમજ ખેડુતોની આજીવિકાનું એક માત્ર સાધન ખેતી છે જે ચોમાસાની સીઝન પર જ આધારીત હોય છે તેમજ આ વિસ્તારમાં કેનાલ પણ આવતી નથી. ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં લગભગ ૩૭ ઈંચ વરસાદ નોંધાય ચુકેલ છે અને હજુ પણ હવામાન ખાતા દ્વારા વરસાદ તેમજ વાવાજોડાની આગાહીઓ કરવામાં આવેલ છે.

પરંતુ આ વર્ષે વધુ વરસાદ પડવાના કારણે આજદીન સુધી તમામ ખેતરોમાં પાણી ભરાયેલા છે. આ વિસ્તારમાં મુખ્ય વાવેતર મગફળી તેમજ બી ટી કપાસનું કરતા હોઈએ છીએ જે સંપર્ણપણે નાશ પામેલ છે. આ વર્ષે અતિવૃષ્ટિના કારણે આજુ બાજુનાં વિસ્તારના ગામો જેવા કે, હજનાળી, મોડપર, કુંતાસી રાજપર, પીપળીયા, લુટાવદર, મોટાભેલા, સરવડ, બીલીયા, નાના દહીસરા, મોટા દહીસરા તેમજ દરીયા કાઠાથી નજીકના બધાજ ગામોમાં સંપૂર્ણપણે પાક નિષ્ફળ ગયેલ છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ વિમો સહકારી બેન્ક દ્વારા પ્રીમીયમ વસુલી આપવામાં આવતો હતો જયારે હવે સીધો જ સ૨કાર દ્વારા નુકશાનીનું વળતર આપવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અગાઉ માળીયા મીયાણા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલ તેની બાજુમાંજ વિરપરડા ગામની સીમ લાગુ પડતી હોય જે મો૨બી તાલુકામા આવેલ છે વધુ વરસાદ ના લીધે નુકશાન થયેલ હોવા છતાં વિમાનો લાભ ન મળેલ માટે સ્થળ ઉપર આવી ઉપરોક્ત તમામ ગામનું જલ્દીથી સર્વે કરાવી અતિવૃષ્ટિના કારણે લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી જગતના તાતને તાત્કાલીકના ધોરણે વિમાની સહાય અપાવામા આવે તે માટે ખેડૂતો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર