મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ રાજપરાની નિમણૂક
મોરબી: મોરબી કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ ભગવાનજીભાઈ રાજપરાની નિમણૂક કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિજયભાઈ કોટડીયા દ્વારા મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ ભગવાનજીભાઈ રાજપરાની નિમણુક કરવામાં આવી હતી જેમાં મોરબી- માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપભાઈ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા.