Monday, February 10, 2025

મોરબી તાલુકાની શાળાના 363 વિદ્યાર્થીઓની લેવાયેલી NMMS મોક ટેસ્ટમાં PMSHRI માધાપર વાડી શાળાની બાળા પ્રથમ નંબરે પાસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના 363 વિદ્યાર્થીઓની લેવાયેલી NMMS પરીક્ષાની મોક ટેસ્ટમાં PMSHRI માધાપરવાડી શાળાની બાળાએ તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

મોરબીના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી જિલ્લાના બાળકોને વધુને વધુ સરકારી સર્વિસ પ્રાપ્ત થાય એ માટે સતત પ્રયત્નશીલ છે, એ માટે તેઓ અવારનવાર વિવિધ કાર્યક્રમો કરતા રહે છે, ગર્વમેન્ટ જોબ રિકૃમેન્ટનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ માટે વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા થાય એ માટે કોમન એંટર્સ ટેસ્ટ, નેશનલ મેરીટ મિન્સ કમ સ્કોલરશિપ NMMS પરીક્ષા પ્રાથમિક લેવલથી આપતા થાય અને મોરબી જિલ્લાનું સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત થાય એ માટે નિઃશુલ્ક વર્ગો અને માર્ગદર્શન સેમિનાર શનિવારે અને રવિવારે રજાના દિવસોમાં ચલાવવામાં આવે છે.

 જેથી વિદ્યાર્થીઓને NMMS પરીક્ષાની સારામાં સારી પૂર્વ તૈયારી કરી શકે,મોરબી તાલુકામાં આંબાવાડી,જેતપર ડાયમંડનગર (આમરણ) બાજીરાજબા કન્યા તાલુકા શાળા નંબર:-2, મહેન્દ્રનગર, વગેરે શાળાઓમાં NMMS ના કોચિંગ કલાસ ચાલે છે,જેમાં આજુબાજુ ની અનેક શાળાઓના બાળકો શનિ,રવિવારે ક્લાસમાં આવે છે, આજ રોજ આ તમામ કેન્દ્રો પર મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં તાલુકા કક્ષાએ 180 પ્રશ્નોનું પેપર તૈયાર કરવામાં આવ્યું હતું જેના વિદ્યાર્થીઓએ ત્રણ કલાકમાં OMR સીટમાં જવાબ લખવાના હતા.જેમાં સમગ્ર મોરબી તાલુકામાંથી 363 વિદ્યાર્થીઓએ 180 માર્કની મોક ટેસ્ટ આપી હતી જેમાં PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળા વંદના હંસરાજભાઈ પરમારે 147 માર્ક પ્રાપ્ત કરી તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારવા બદલ વંદનાને કોટી કોટી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર