Thursday, January 23, 2025

મોરબી તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિન ઉજવાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી તાલુકાની પાંખ દ્વારા કર્તવ્ય બોધ દિનની ઉજવણી કરવામાં આવી, અખિલ ભારતીય સ્તરેથી નિશ્ચિત થયેલ કાર્યક્રમ કર્તવ્ય બોધ દિનની ઉજવણી તાલુકા સ્તરે કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ 12 મી જાન્યુઆરીથી શરૂ કરી શુભાષચંદ્ર બોઝ નેતાજીની જન્મ જ્યંતી સુધીમાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

એ અન્વયે નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે વિપુલભાઈ અઘારા સૌરાષ્ટ્ર સંભાગ પ્રચાર પ્રમુખ દિનેશભાઈ વડસોલા, હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કાચરોલા, સંદીપભાઈ આદ્રોજા વગેરે શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ, આચાર્યો, શિક્ષકોની ઉપસ્થિતમાં દિપ પ્રજવલ્લનથી અને સંજયભાઈ ગઢવી દ્વારા સ્વયં અબ જાગકર હમકો, જગાના દેશ હૈ અપના ગીત દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી .

ત્યારબાદ મુખ્ય વક્તા બૌદ્ધિક પ્રમુખ જીતેન્દ્રભાઈ વિરમગામાનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. જીતેન્દ્રભાઈ વિરમગામાએ પોતાના વક્તવ્યમાં દરેક વ્યક્તિ અને ખાસ કરી શિક્ષક તરીકેના કર્તવ્ય વિશે અને ભારતીય શિક્ષણ પ્રણાલી, ભારતની ભવ્યતા અને દિવ્યતા તેમજ સ્વામી વિવેકાનંદજી અને શુભાષચંદ્ર બોઝ નેતાજીના જીવન કવન વિશે અને પંચ પરિવર્તન કુટુંબ પ્રબોધન,નાગરિક કર્તવ્ય, પર્યાવરણની જાળવણી, સામાજિક સમરસતા, સ્વ આધારિત સમાજ રચના વગેરે વિશે વાતો કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંજયભાઈ ગઢવીએ કર્યું હતું અને કર્તવ્યબોધ દિવસની ઉજવણીને સફળ બનાવવા સંદીપભાઈ લોરીયા,અધ્યક્ષ અંકિતભાઈ જોષી મંત્રી તેમજ ધર્મેન્દ્રભાઈ કાવઠીયા સંગઠન મંત્રી તેમજ મોરબી તાલુકા ટીમે ખુબજ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર