મોરબી તાલુકા પોલીસની ટીમો દેશી દારૂના હાટડા પર ત્રાટકી; 23 શખ્સોની ધરપકડ, દશની શોધખોળ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી કોમ્બીંગ ડ્રાઇવનું આયોજન કરી અલગ અલગ ટીમ બનાવી દેશીદારૂના કુલ ૨૩ કેસ સાથે દેશીદારૂ લીટર -૨૯૮ કિ.રૂ.૫૯,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે આઠ શખ્સોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ દ્વારા પ્રોહીબીશનના કેશો શોધી કાઢવા પ્રોહી કોમ્બીંગની ડ્રાઇવનુ આયોજન કરી અલગ અલગ પાંચ ટીમ બનવી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં પ્રોહી કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો દ્રારા પ્રોહીબીશનના ૨૩ કેશો શોધી કાઢી દેશીદારૂ લીટર -૨૯૮ કિ.રૂ.૫૯,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી શંકરસિંહ મધુસિંહ રાણા રહે. મોરબી, સિંકદરભાઇ ઉર્ફે સિલો કાસમભાઈ સંધવાણી રહે- માળીયા (મિં), ઇકબાલભાઈ હસનભાઇ શેખ રહે. મોરબી, વિક્રમભાઇ ચંદુભાઇ મકવાણા રહે. મોરબી, સીરાજભાઇ ફારૂકભાઇ ભટ્ટી રહે. મોરબી, હરેશભાઇ ચતુરભાઈ દંતેસરીયા રહે. મોરબી, વિજયભાઇ બાબુભાઇ અદગામાં રહે. મોરબી, વિક્રમભાઇ કુંભાભાઇ છીપારીયા રહે. મોરબી, રેવીબેન ગાંડુભાઇ હરજીભાઇ સીતાપરા રહે. મોરબી, હંસાબેન સામજીભાઇ સાંતોલા રહે. મોરબી, સમીરભાઇ મહમદભાઇ મુસાણી રહે- મોરબીરાજેશભાઇ ભીખુભાઇ કોટક રહે મોરબી-૨ રામકૃષ્ણનગર કુળદેવી પાન પાછળ મકાન નં, જે-૫ તા.જી. મોરબી, વિશાલભાઇ હિતેશભાઇ રાઠોડ રહે. મોરબી, યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઇ અંગે ચાણીયા રહે.-મોરબી, કમલેશભાઇ અમરશીભાઇ ખરા રહે. મોરબી, ઇશ્વરભાઇ કેશાભાઈ ખરા રહે. મોરબી, પૂનમબેન સંજયભાઈ સનુરા રહે- મોરબી, ગંગાબેન રણછોડભાઇ કુંવરાભાઈ ઝાંપડા રહે. મોરબી, ખીમજીભાઇ ધારસીભાઈ માથાસુરીયા રહે. મોરબી, હિતેશભાઇ ધીરૂભાઇ કગથરા રહે. મોરબી, સુરેશભાઈ રમેશભાઈ કગથરા રહે. મોરબી, ચંપાબેન વશરામભાઇ કાંજીયા રહે. મોરબી, વિનોંદભાઇ જગાભાઈ વાઘેલા રહે. મોરબી વાળાને ઝડપી પાડી તથા અન્ય દશ ઈસમો અનવરભાઇ હાજીભાઈ માલાણી રહે. મોરબી, તૈયબભાઇ ગુલામહુસેનભાઇ માણેક રહે. મોરબી, વિજયભાઇ બાબુભાઇ વિંજવાડીયા રહે. મોરબી, જુસબભાઇ હબીબભાઇ જામ રહે. મોરબી, રફીકભાઇ અનવરભાઈ કટિયા રહે. મોરબી, મુકેશ ઉર્ફે હકો ઉર્ફે ગુડો લાલજીભાઇ લીખીયા રહે. મોરબી, સંજયભાઇ નાગજીભાઇ સનુરા રહે. મોરબી, ગણેશભાઇ રણછોડભાઇ કુંવરાભાઇ ઝાંપડા રહે. મોરબી, મયુરસિંહ વિક્રમસિંહ જાડેજા રહે- મોરબી, ધનજીભાઇ હરખાભાઈ કોળી રહે- હળવદવાળા આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબ ધોરણાસરની કાર્યવાહી હાથ ધરેલ છે.