Tuesday, April 22, 2025

મોરબીના ટીંબડી ગામ નજીક રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના ટીંબડી ગામના આશાપુરા ટાટા વર્કશોપ પાસે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઇક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા નવી ટીંબડી ગામે રહેતા મનોજભાઇ ગોવિંદભાઈ ઝાપડા (ઉ.વ.30) એ આરોપી ટ્રક ડંમ્પર રજીસ્ટર નંબર – GJ-13-AW -8146ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રક ડંમ્પરનો નંબર GJ-13-AW -8146 વાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના પિતાજી ગોંવિદભાઇ ભાયાભાઇ ઝાપડાના હીરો સ્પલેન્ડર પ્લસ મોટરસાઇકલ રજીસ્ટર નં- GJ-36-N-5677 વાળાને હડફેટે લઇને અકસ્માત સર્જાતા માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઇજા પહોચાતા ગોંવિદભાઇ ઝાપડાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર