મોરબીની જનકપુરી સોસાયટીમાં દુકાનમાંથી નશીલા શિરપની 12,240 બોટલ ઝડપાઈ
મોરબી: માળીયા-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ જનકપુરી સોસાયટીમા આવેલ સોપીંગ સેંટરમાં આવેલ દુકાનમાંથી આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપનું વેચાણ કરતા ઇસમોને બોટલ નંગ-૧૨,૨૪૦/- કિ.રૂ. ૧૨,૨૪,૦૦૦/- ના જથ્થા સાથે ઝડપી પાડતી મોરબી બી ડિવીઝન પોલીસ.
મોરબી જિલ્લામાં ગેરકાયદેસર આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ નશાકારક સીરપનું વેચાણ થતુ હોય તેવી પ્રવૃતિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળતા જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટરનાએ અત્રેના સર્વેલસ સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન માળીયા-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ જનકપુરી સોસાયટીમા આવેલ સોપીંગ સેંટરમાં આવેલ દુકાન ન-૦૩ મોરબી-૨ ખાતેથી પાર્થભાઇ હસમુખભાઇ ચૌહાણ ઉ.વ.૨૫ રહે-જનકપુરી સોસાયટી નેશનલ હાઇવે રોડ ઘર નં-૦૩ મોરબી મુળગામ- સરલા તા.મુળી જી. સુરેન્દ્રનગરવાળાના કબ્જા માંથી આર્યુવેદીક હર્બલની બોટલો (૧) TORQUE ASAVA WITH HERBAL EXTRACTS 400 ML BATCH NO.TQ19 લખેલ છે જે એક બોટલની કિ.રૂ.૧૦૦ લેખે ગણી કુલ બોટલ નગ- ૫,૩૨૦/- ની કિ.રૂ.૫,૩૨,૦૦૦/- તથા (૨) STONEHEAL SAFE & EFFECTIVE ARISHTHA 400 ML BATCH NO.SH305 લખેલ છે. જે એક બોટલની કિ.રૂ.૧૦૦ લેખે ગણી કુલ બોટલ નંગ- ૬,૯૨૦/- ની કિ.રૂ.૬.૯૨,૦૦૦/- મળી કુલ આર્યુવેદીક બોટલ નંગ-૧૨,૨૪૦/- ની કિ.રૂ. ૧૨,૨૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેશરની કાર્યવાહી કરેલ છે.