Friday, November 15, 2024

મોરબી સબ જેલ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : આજે મોરબી સબ જેલ ખાતે તા.૦૬-૧૨- ૨૦૨૩ ને બુધવાર ના રોજ ડો. બાબા સાહેબ આબેડકરના મહા પરીનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા “We are indians firstly & lastly” આ મહાન શબ્દો છે. ડો. બાબા સાહેબ આંબેડકર કોઈ પણ સમાજ અને ધર્મ પહેલા દેશને અગ્રીમતા આપતા હતા, તેઓએ દેશના બધાજ નાગરિકોને સમાન હક મળે તે માટેના જ પ્રયત્નો કર્યા છે દેશને વિશ્વનું સૌથી મોટું બંધારણ આપ્યું હોય, આ દેશને સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના હક્કો આપ્યા હોય, સમગ્ર વિશ્વમાં જે વ્યક્તિત્વના પાઠ આજે ભણાવવામાં આવતા હોય, જેની મહાનતા અને નોલેજનો ડંકો વિશ્વના તમામ દેશોમાં વાગે છે.

આજે આ મહાન વ્યક્તિત્વ, ભારતરત્ન, વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનનિમિત્તે અત્રેની જેલના ઇ.ચા.અધિક્ષક પી.એમ. ચાવડાનાઓ તથા જેલના કર્મચારીઓ સાથે જેલના બંદિવાનો હાજર રહેલા હતા.અને ડો.બાબા સાહેબ આબેડકરને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર