Tuesday, November 26, 2024

મોરબી સબ જેલ ખાતે આજે વિશ્વ ડ્રગ ડે નિમિત્તે કાનુની શિક્ષણ શિબિર યોજાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: માદક દ્રવ્યોના દુરૂપયોગની વિનાશક અસરો વિશે જરૂરી જાગૃતિ લાવવા માટે, દર વર્ષે 26 જૂનને ડ્રગ એબ્યુઝ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ અથવા વિશ્વ ડ્રગ ડે તરીકે ઉજવવામાં આવે છે જેના અનુસંધાને મોરબી સબ જેલ ખાતે આજ તા.૨૬/૦૬/ ૨૦૨૩ના રોજ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબીના (જજ) અને ફૂલ ટાઈમ સેક્રેટરી બી.એસ.ગઢવી તથા એલ.એ.ડી.સી.ચીફ શબાનાબેન ખોખર સાથે મુલાકાત લેવામાં આવેલ તેમજ તેઓ દ્રારા જેલમાં રહેલા બંદિવાનોને કાયદાને લગત માહિતી પ્રદાન કરી “કાનુની શિક્ષણ શિબીર કરવામાં આવેલ તેમજ શ્રી ખોખરનાઓ દ્રારા અંતેવાસીઓને મફત કાનુની સહાય અને સલાહ અંતર્ગત માહિતી આપેલ અને બંદિવાનોને જામીનના અધિકારો પ્રત્યે અવગત કરવામાં આવેલ.સદર મુલાકાત તથા શિક્ષણ શિબીર દરમિયાન ઇ.ચા.જેલર પી.એમ.ચાવડા તથા સુબેદાર રાજુભાઇ એન. ઝેઝરીયાનાઓ સાથે જેલ સ્ટાફના કર્મચારીઓ હાજર રહેલા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર