Saturday, October 19, 2024

મોરબીની સબ જેલમાં બંદીવાન ભાઈઓ-બહેનો માટે મેગા મેડીકલ કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી સબ જેલ ખાતે બંદીવાન ભાઇઓ તથા બહેનો માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. તેમજ બંદિવાનોનુ સ્વાસ્થ્ય સારુ રહે તે હેતુસર મોરબી સિવીલ હોસ્પિટલના ડો. દુધરેજીયા માર્ગદર્શન હેઠળ ડો.અતુલ ભોરણીયા (ફિઝીશિયન), ડો.ધર્મેશ જાલન્ધ્રા (ઓર્થોપેડીક સર્જન), ડો, નિશીત પટેલ(જનરલ સર્જન), ડૉ. હિરલ ભાલોડીયા (ઓપ્થોમોલોજી), ડો.સાજન નામેરા(ઈ.એન.ટી), ડો.સેજલ ભાડજા(ડર્મેલોજીસ્ટ) તેમજ ડૉ.ભવ્ય ભાલોડીયા(ફિઝીસીસ્ટ) આ કેમ્પમાં ઉપસ્થિત રહીને દર્દીઓને તપસ્યા હતા.

જે મેડીકલ કેમ્પ અંતર્ગત ૨૫૦ જેટલા બંદીવાનો તેમજ કેદીઓનુ મેડીકલ ચેકઅપ કરી મેડીકલ કેમ્પને સફળ બનાવેલ હતો. તેમજ જેલ અધિકક્ષક એસ.વી.ચુડાસમા તેમજ જેલર એ.આર.હાલપરા તથા તમામ જેલસ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર