મોરબી: ગુજરાત સરકાર શીક્ષણ વિભાગ KCG ફિનિશીંગ સ્કૂલ અંતર્ગત સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એમ. એમ. સાયન્સ કૉલેજ, મોરબી ખાતે વીસ દિવસનો સ્કીલ ડેવલોપમેન્ટ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, અને સ્પોકન ઇંગ્લિશ પ્રોગ્રામ 12 એપ્રિલ થી 4 મે 2024 દરમ્યાન સફળતાપૂર્વક યોજાયો હતો.
જે દરમ્યાન વિદ્યાર્થીઓને ઇંગ્લિશ ભાષા સંદર્ભે તેના કૉર્સ મુજબ 4 મોડ્યુલ મા અભ્યાસ કરવેલ. જે સંદર્ભમાં ફિનીશિંગ સ્કૂલ દ્વારા નિમણુક પામેલ મેડમ ફ્રીડા ડિસોઝા & રિદ્ધિ વાઘેલા દ્વારા ટ્રેનિંગ અપાયેલ. જેમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ વોરા અને માનાહ્ મંત્રી રજનીભાઇ મહેતા હાજર રહી પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા. અને આવા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ લક્ષી કાર્યક્રમ થતા રહે તે માટે ખાસ ભારપૂર્વક જણાવેલ પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રિન્સિપાલ ડો. માંડવીયા & કો-ઓર્ડીનેટર ડો. ભાડજાએ ભારે હેમત ઉઠાવી હતી.

