હોળી પર્વને લઈને મોરબી એસટી ડેપોની બે એક્સ્ટ્રા બસો દાહોદ રૂટ પર મૂકવામાં આવી
ગુજરાત એસટી વિભાગની હોળી ધૂળેટીને લઈ 10થી 16 માર્ચ સુધી 1200 બસથી 7,100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે
જેમાં મોરબીનાં સિરામિક ઉદ્યોગમા અન્ય રાજ્યો તેમજ દોહદ, ગોધરા, છોટાઉદપુર જીલ્લામાંથી લોકો ધંધા રોજગાર માટે આવતા હોય છે ત્યારે આ પરપ્રાંતીય લોકોને પોતાના વતન જવા આવવામાં કોઈ તકલીફ ન પડે તે માટે મોરબી એસપી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાશે.
હોળી અને ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને તા. ૧૦ થી ૧૬ માર્ચ સુધી વધારની એક્સ્ટ્રા બસો દોડાવાશે જેમાં પ્રાથમિક માહિતી મુજબ આજે દાહોદ રૂટ પર મોરબી એસટી ડેપોની બે એક્સ્ટ્રા બસો દોડાવવા આયોજન કરાયું છે. જેમાં મુસાફરોના ભારે ધસારાને કારણે એક બસ ફુલ થઇ ગય છે જેથી બીજી એક્સ્ટ્રા બસ મુકવામાં આવી છે તેમજ આગામી દિવસોમાં જો મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે તેમ મોરબી એસટી ડેપો મેનેજર દ્વારા જણાવાયું છે.