મોરબી એસપીની ધાક ઓસરી: જીલ્લામાં ડુપ્લીકેટ દારૂ અને ઓઇલ પકડવા SMCને અનેક વખત મોરબી આવું પડ્યું
ડુપ્લીકેટ દારૂને હવે ડુપ્લીકેટ ઓઇલ જિલ્લામાં પોલીસના અસ્તિત્વ સામે સવાલ: અનેક વખત SMC એ મોરબીમાં કામગીરી કરવી પડી
મોરબી જિલ્લો જાણે કે એ સાબિતી કરવા માગતો હોઈ કે તે ક્રાઇમની દુનિયામાં યુપી બિહાર થી કમનથી તે રીતે મોરબી જિલ્લમાં છેલ્લા થોડા સમયથી ક્રાઇમ થઈ રહ્યા છે અને તેના ઉપર જાણે કે મોરબી પોલીસનો કોઈ અંકુશ જ ના હોઈ તેવું જોવા મળી રહ્યું છે ત્યારે મોરબીના રીઢા બની ગયા ઓઇલ ચોરો જેવા ડુપ્લીકેટ ઓઇલ બનાવનાર ત્રીજી વખત ઝડપાયા છે ત્યારે જિલ્લા પોલીસ શુ કરતી હશે તે સમજી શકાય તેમ છે.
મોરબી જિલ્લામાં વધતા જતા ક્રાઇમ પાછળ જિલ્લા પોલીસ વડાનો કોઈ પણ જાતનો અંકુશ નથી નાતો જિલ્લાની પોલીસ ઉપર કે નાતો ગુનેગારો ઉપર જિલ્લામાં જાણે કે રાંડી રાંડનું ખેતર હોઈ તેમ બધા ખેડી રહ્યા છે ત્યારે સ્ટેટ મોનીટરીગ સેલ જિલ્લામાં ઘણા સમય થી સક્રિય થઈ છે અનેક વખત સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડી ડુપ્લીકેટ કૌભાંડ મોરબી જિલ્લામાં ઝડપી પાડયા છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડાની ધાક ઓસરી રહી હોય તેમ લાગી રહ્યું છે.
મોરબી જીલ્લામાં જાણે બધુ જ ડુપ્લીકેટ બની રહ્યું હોઈ તેવો તાલ સર્જાયો છે ત્યારે મોરબી જીલ્લા પોલીસ વડાની કામગીરી પર સવાલ ઉભો થયો છે.મોરબીમાં નકલી રેમડીસીવર ઇન્જેક્શનનુ કૌભાંડ ઝડપાયું હતું ત્યારબાદ મોરબી જીલ્લામાંથી બ્રાન્ડેડ નકલી દારૂ બાનવતી બે ફેક્ટરી ઝડપાઇ હતી અને વિપડા ગામ નજીક પણ ડીઝલ ચોરી પર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી હતી એક વખત સ્ટેટ મોનિટરીંગ સેલ ટીમે મોરબી જિલ્લામાં દરોડા પાડયા હતા અને ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક ડુપ્લીકેટ ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે અનેક વખત સ્થાનીક પોલીસને ઉંઘતી રાખી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા મોરબી જીલ્લામાથી ડુપ્લીકેટ ઓઈલ, દારૂ સહિતની ફેક્ટરીઓ ઝડપી પાડી છે
મોરબી જીલ્લો ડુપ્લીકેટનુ હબ બન્યું હોય તેવુ લાગી રહ્યુ છે ત્યારે ડુપ્લીકેટ ફેક્ટરીઓ ઝડપતા મોરબી જીલ્લા પોલીસ વડાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. કેમ કે અનેક વખત મોરબી જિલ્લામાં આવી અને સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ડુપ્લીકેટ કૌભાંડ ઝડપાવાની કામગીરી કરવી પડી રહી છે. જે કામગીરી મોરબી જીલ્લા પોલીસે કરવી જોઈએ એ કામગીરી મોરબી જીલ્લામા આવી સ્ટેટ મોનિટરીંગ સેલ અવારનવાર કરી રહી છે.
ત્યારે શું મોરબી પોલીસ કામગીરી નથી કરવાં માગતી કે પછી મોરબી પોલીસના અધિકારીઓ દ્વારા આ ડુપ્લીકેટ ફેક્ટરીઓ ચલાવવા માટે ટેબલ નીચે વહીવટ થઈ જતો હોય છે. કે પછી મોરબી જીલ્લા પોલીસ વડાની ધાક ઓસરી રહી છે કેમકે જો મોરબી જીલ્લા પોલીસનો ડર હોય તો લોકો આવી ડુપ્લીકેટ ફેક્ટરી બનાવતા પહેલા સો વખત વિચાર પરંતુ નહી અનેક વખત ડુપ્લીકેટ ફેક્ટરી ઝડપાઇ હોવા છતાં પણ ડુપ્લીકેટ ફેક્ટરીઓના ધંધા મોરબી જીલ્લામાં ફુલીફાલી રહ્યા છે.
આવનારા સમયમાં જોવુ રહ્યુ કે મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા આ ડુપ્લીકેટ ફેક્ટરીઓના ગોરખધંધા ડામવા સકંજો કસવામાં આવશે કે પછી થોડા સમયમાં ફરી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા નવુ ડુપ્લીકેટ કૌભાંડ ઝડપવામાં અને મોરબી જીલ્લા પોલીસ ઉંઘતી ફરી એકવાર ઉંઘતી ઝડપાશે એ હવે જોવું રહ્યું