Tuesday, October 29, 2024

મોરબી સ્કાય મોલ સામે ગટરની જાળી તુટીલી હાલતમાં; કોઈ વ્યક્તિ અંદર ખાબકે તો જવાબદારી કોની? 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે ગટર ઉપરની લોખંડની જાળી તુટી ગયેલ જો કોઈ વ્યક્તિ આ ગટરમાં પડશે તો જવાબદારી કોની કેમ તંત્ર દ્વારા નવી જાળી નાખવામાં નથી આવી રહીં કે પછી કોઈ ગટરમાં પડે તેની રાહ જોવામાં આવી રહી છે.

મોરબી જીલ્લો બન્યો તેને ઘણા વર્ષો વિતી ગયા ત્યારેબાદ આ વર્ષે મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે તેમ છતા મોરબીની પ્રજાને આજદીન સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડ્યું છે તે સૌવ જાણે છે. અને મોરબીમાં ગટર ઉભરવાના પ્રશ્નો, ગટરની કુંડુની ઢાંકણાના પ્રશ્નો તેમજ રોડ રસ્તા અને ગંદકીના પ્રશ્નો હવે આમ વતા બની ચૂકી છે અને જાણે જનતાને આ માહોલમાં રહેવાની આદત પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાય મોલ સામેની ગટર ઉપરની જાળી તુટીલી હાલતમાં જોવા મળી રહી છે અગાઉ પણ મોરબીમાં ગટરનુ ઢાંકણ ન હોવાથી એક બાળક અંદર પડી ગયું હતું જેને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો ત્યાર આ મોરબ શનાળા રોડ પર સ્કાય મોલ સામે આવેલ ગટર પર જાળિ તુટી ગઈ છતા તંત્ર દ્વારા તે બદલવામાં નથી આવી રહી તો શું તંત્રને આ નહી દેખાતું હોય કે પછી હવે આદત પડી ગઈ છે કોઈ ઘટના ઘટે પછી જ એ કાર્ય હાથમાં લેવાનું કેમ તંત્ર દ્વારા જાળી નવી નથી નાખી દેવામાં આવતી શું તંત્ર દ્વારા તેમા કોઈ વ્યક્તિ કે પશુને પડવાની રાહ જોઈ રહ્યું ત્યારે જોવું રહ્યું કે આવનાર સમયમાં કોઈ ઘટના આ જાળી તુટીલી ગટરમાં ઘટે તે પહેલાં નવી જાળી ગટર પર નાખવામાં આવે છે કે પછી કોઈ ઘટના ઘટે પછી જ જાળી નાખવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર