મોરબીના સિંધુ ભવન ખાતે સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતીની ધામધુમથી ઉજવણી
મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે આજે ગુરુનાનક ભગવાનની જન્મજયંતીની ઉજવણી ભવ્ય અને દિવ્ય રીતે કરવામાં આવી હતી. સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જયંતી નિમિતે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરાઈ હતી.
સિંધી સમાજ દ્વારા મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે અખંડ પાઠ સાહેબનો ભોગ સાહેબ આયોજન કરાયું હતું જે અખંડ પાઠ ચાલતા હોય જેની આજે પુર્ણાહુતી કરવામાં આવી હતી. તો બપોરે લંગર પ્રસાદનો લાભ લેવા સિંધી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. લંગર પ્રસાદ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. તેમજ રાત્રીના કીર્તન સાથે ગુરુ નાનક જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.તો સાંજે શોભાયાત્રા યોજાશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.