મોરબી શહેરમાંથી ત્રણ બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી શહેરમાં બાઈક ચોરો બેફામ બન્યા છે. જાણે પોલીસનો ખૌફ ખતમ થઈ ગયો તેમ ગમે ત્યારે રાત્રે કે ધોળા દિવસે બાઈક ચોરી કરી જતા રહે છે ત્યારે મોરબી શહેરમાં અલગ અલગ ત્રણ જગ્યાએ બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ પ્રથમ ફરીયાદ મોરબીના આલાપ રોડ પર રામદેવપીર ના મંદિર સામે “હર્ષ” તીરૂપતી સોસાયટીમાં રહેતા પથીકભાઈ રમેશભાઈ ફુલતરીયા (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીનુ હોન્ડા કંપનીનું એક્ટીવા 4જી મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-36-એચ-5905 વાળુ જેની કિંમત રૂ. ૪૫,૦૦૦ વાળુ એક્ટીવા મોટરસાયકલ ફરીયાદના ઘર સામેથી અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજી ફરીયાદ કિશોરભાઈ ગણેશભાઈ અઘારા (ઉ.વ.૫૨) રહે. ૨૦૧ રાધે હાઇટસ ઉમા હોલની બાજુમાં હનુમાન મંદિર વાળી શેરી રવાપર મોરબીવાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની માલીકીનુ ROYAL ENFIELD મોટરસાયકલ જેના રજીસ્ટર નંબર -જીજે-૩૬-એએ-૩૮૦૦ જેની કિંમત રૂ. ૭૦,૦૦૦ વાળુ પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ત્રીજી ફરીયાદ મોરબીના પંચાસર રોડ બોકાની વાડી પ્રા. શાળાની બાજુમાં રહેતા લાલજીભાઇ અરજણભાઇ નકુમ (ઉ.વ.૨૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એઈ-૪૫૩૯ જેની કિંમત રૂ.૨૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.