મોરબી શહેરમાં આવાસ યોજના તથા 45 ડી હેઠળ થયેલ કામોની સંપુર્ણ માહિતીની કોંગ્રેસે કરી માંગ
મોરબી: મોરબી શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજના તથા 45 ડી હેઠળ થયેલ કામો બાબતે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે રૂબરૂ મુલાકાત કરી સંપુર્ણ માહિતી આપવા રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સાથે રૂબરૂ મુલાકાત કરી જણાવ્યું હતું કે મોરબી શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલ આવાસો તથા નગરપાલીકા દ્વારા ૪૫ ડી હેઠળ કરવામાં આવેલ કામો અંગેની માહિતી ચીફ ઓફીસર નગરપાલીકા કચેરી મોરબી પાસેથી માંગેલ હતી. પરંતુ જેની કોઈ પણ પ્રકારની માહિતી આજ દિન સુધી પુરી પાડેલ નથી. જેથી આ માહિતી મેળવવા માટે આજે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ચીફ ઓફીસરને રૂબરૂ મુલાકાત કરી હતી. તેમજ ચીફ ઓફીસર દ્વારા આગામી ૧૦ દિવસની અંદર મુખ્યમંત્રી આવાસ યોજના તથા ૪૫ ડી હેઠળ થયેલ કામોની સંપૂર્ણ માહિતી આપવા માટે જણાવેલ છે. જો આ માહિતી દિવસ-૧૦માં આપવામાં નહી આવે તો મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા નગરપાલીકા કચેરી ખાતે પ્રતિક ઉપવાસ કરી ધરણા કરવાની ચિમકી ઉચ્ચારી હતી.