મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારને રખડતા ઢોરના ત્રાસમાંથી છુટકારો અપાવવા કોંગ્રેસની માંગ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડી વિસ્તારની અંદર રખડતા ઢોરનો વધતો અટકાવવા અને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત આપવા બાબતે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસીમ મનસુરીએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો-ઓરડી વિસ્તારની અંદર અવાર નવાર રખડતા ઢોરના ત્રાસ થી થતું જાન માલનું નુકસાન થય રહ્યુ છે.
આમ તો રખડતા ઢોરનો ત્રાસ સમગ્ર મોરબી શહેરમાં છે અને થોડા સમય પેલા મોરબી શહેરમાં ઢોર પકડવાની ઝુંબેસ પણ શરૂ થયેલ હોય પરંતુ આ ઝુંબેસ ની કોઈ અસર મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં દેખાતી ન હોય અને ખાસ સો-ઓરડી વિસ્તારમાં મજૂર વર્ગ વધારે વસવાટ કરતો હોય જેથી તેમના નાના ભૂલકા તથા મોટાભાગના વાહન બહાર શેરીમાં જ પાર્ક કરતા હોય જેથી અહીંયા જાન-માલની નુકસાની થવાનો ભય વધુ હોય અને ભૂતકાળમાં પણ આવા બનાવો બનેલ હોય જેથી હવે આવનારા સમયમાં આવા બનાવનું પુનરાવર્તન ન થાય અને કોઈ નિર્દોષના ભોગ ન લેવાય અને મોરબી મહાનગર પાલિકા પોતાની જવાબદારી સમજી અને રખડતા ઢોર ના ત્રાસ થી વેલી તકે મોરબી શહેર તેમજ સામાકાંઠા વિસ્તારમાં છુટકારો અપાવે તેવી રજૂઆત સાથે માંગ કરી હતી.