મોરબી શહેરમાંથી પશુત્રાસ અટકાવવા અને નિયંત્રણ અંગેની પોલીસની અમલવારી અર્થે પશુપાલકોને નોટિસ અપાઇ
મોરબી શહેરોમાંથી રખડતા પશુ ત્રાસ અટકાવ અને નિયમનના કાયમી પગલાઓના ભાગરૂપે પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલીસી- 2023ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તારીખ 21/08/2023થી ઇશ્યુ કરવામાં આવેલ છે. જેને ધ્યાને લઈ મોરબી મહાનગરપાલિકા દ્વારા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલીસી તા. ૨૦/૦૩/ ૨૦૨૫ના રોજ મંજુર કરવામાં આવેલ છે. જેની અમલવારી કરવા અર્થે પશુપાલકો /પશુમાલિકોને જાહેર નોટીસ આપી સુચિત કરવામાં આવેલ છે.
1.મોરબી શહેરની હદમાં રહેલા જે પશુની નોંધણી તેમજ RFID ચીપ અને ટેગ લગાડવાની બાકી હોય તેવા પશુઓને પશુ દીઠ રૂ. ૨૦૦/- ભરી પશુ નો ધણી કરાવી પશુમાં RFID ચીપ અને ટેગ લગાવડાવવાની કામગીરી પશુ માલિકે સત્વરે કરવાની રહેશે.
2.જે પશુમાલિકો પાસે પશુ રાખવાની પોતાની માલિકીની જગ્યા ન હોય તેઓ ૨(બે) માસ બાદ શહેરમાં પશુ રાખી શકશે નહી તથા તેઓએ તાત્કાલિક ધોરણે શહેર બહાર સ્વખર્ચે પશુઓ શિફ્ટ કરી દેવાના રહેશે /એનિમલ હોસ્ટેલમાં રાખવાના રહેશે. અન્યથા આવા પશુઓ પકડીને ઢોર ડબ્બામાં પુરવામાં આવશે. જે પરત આપવામાં આવશે નહીં.
3.બે માસ બાદથી ચાર માસ સુધી જે પશુમાલિકો પાસે પશુ રાખવાની પોતાની માલિકીની જગ્યા હોય તેવા પશુની નોંધણી તેમજ RFID ચીપ અને ટે ગ લગાવવા માટેનો ચાર્જ પશુદીઠ રૂ. ૧૦૦૦ /- વસુલ કરવામાં આવશે.
4.નવા જન્મેલ/ નવા ખરીદેલ /અન્ય પાસેથી મેળવેલ મૃત્યુ પામેલા વેચેલ કે અન્યને આપેલ પશુની વિગતો પશુમાલિકો દ્વારા એ.એન.સી.ડી. શાખાને કરવાની રહેશે.
5.જે પશુમાલિક વ્યક્તિગત ધોરણે પોતાના ઉપયોગ માટે ઘરે પશુ રાખતા હોય (વધુમાં વધુ ૪ પશુઓ માટે) તેઓએત્રણ વર્ષ માટે રૂ.૨૫૦/- ભરી પર મીટ તથા જે પશુમાલિક પશુના દૂધના વેચાણ અથવા અન્ય વ્યવસાયિક ઉપયોગ માટે પશુઓ રાખવા હોય તેઓએ ત્રણ વર્ષ માટે રૂ.૫૦૦/-ભરી ફરજીયાત પણે લાયસન્સ લેવા મોરબી મહાનગરપાલિકા ખાતે અરજી કરી લાઈસન્સ/પરમીટ મેળવી લેવાનું રહેશે.
6.લાયસન્સ પરમીટ પૂર્ણ થવાની હોય તેના એક માસ પહેલા નિયત પુરાવા સાથે અરજી કરી રીન્યુયલ ફી ભરી લાયસન્સ/પરમીટ રીન્યુ કરાવવાનું રહેશે. મુદત પૂર્ણ થયા બાદ રીન્યુ ફી રૂ. ૧૦૦/- પ્રતિ માસ લેટ ફી ચૂકવવાની રહેશે.
7.પાંજરાપોળ/ગૌશાળા જેવી સંસ્થાઓ કે જે ચેરીટેબલ એકટ હેઠળ નોંધાયેલ હોય અથવા આ પ્રકારની સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થાએ લાયસન્સ મેળવવા તેમજ લાયસન્સ ફ્રી /પરમીટમાંથી મુક્તિ મેળવવા નિયત પુરાવાઓ રાહિત મોરબી મહાનગરપાલિકા ખાતે અરજી કરવાની રહેશે,
8.શહેરમાં નવા પશુ લાવતા પૂર્વે મોરબી મહાનગરપાલિકાની મંજુરી લેવાની રહેશે. જે કોઈ પશુપાલકો/ પશુમાલિકો શહેરની બહારથી નવા પશુ શહેરમાં લાવે તેમણે એક માસમાં પશુની નોંધણી કરાવી, RFID ચીપ અને ટેગ લગાવડાવી તથા પરમીટ/લાયરારા મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
9.પશુમાં લગાવેલ ટેગ કોઈ કારણોસર તુટી ગયેલ હોય/તોડી નાખેલ હોય તો RFIDનાં આધારે વેરીફાઈ કરી રૂ.૫૦૦/- નો ચાર્જ લઈ ફરીથી ટેગ લગાવ ડાવવાની રહેશે
10.કોઈ પણ વ્યક્તિએ /સંસ્થાએ પોતાની જગ્યામાં ઘાસચારાનું વેચાણ કરવા માટે પ્રવર્તમાન કાયદા નિયમો અંતર્ગત લાયસન્સ /પરવાનગી મેળવવા માટે જરૂરી ફોર્મ તથા માહિતી મોરબી મહાનગરપાલિકા ખાતે રજુ કરી લાયસન્સ/પરવાનગી મેળવી લેવાની રહેશે.
11.પશુ દ્વારા કોઈ નાગરીકોને ઈજા થાય કે મુત્યુ થાય તે અંગેની સંપૂર્ણ જવવાબદારી પશુમાલિકની રહેશે.
12.રખડતા પશુ પકડવાની ટીમની આસપાસ ફરતા બાઇકર્સ/શખ્સો જે કામગીરીમાં અવરોધ ઉભા કરે છે તેની અટકાયત કરી પોલીસ દ્વારા ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
13.RFID ચીપ અને ટેગ વિનાનાં પશુઓ તેમજ લાયસન્સ/પરમીટ વિનાના પશુઓ શહેરમાં રાખી શકશે નહી આવા પશુઓને પકડી ઢોર ડબ્બામાં પુરવામાં આવશે. જે પરત કરવામાં આવશે નહિ.
14.પ્રથમ વખત પશુઓ પકડાય ત્યારે છોડાવવા માટે નવા મંજુર થયેલ દંડ તેમજ ખોરાકી – વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવશે. જો ઢોર બીજી વખત પકડાય તો દંડ દોઢ ગણો, ત્રીજી વખત પકડાય તો દંડ બે ગણો તથા ત્રણ કરતા વધુ વખત પકડાય તો દેડ ત્રણ ગણો વસુલ કરવામાં આવશે.
15.મોરબી મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના પશુપાલકોના પશુઓ શહેરમાંથી પકડાય અને જ્યારે પશુપાલક પશુ છોડાવવા માંગે ત્યારે RFID ચીપ તથા ટેગીંગના ચાર્જ રૂ. ૧૦૦૦ /- વસુલી ત્રણ ગણો દંડ વસુલ કરવાનો રહેશે.
નોંધ:- પોલિસીના ભંગ બદલ GPMC Act. 1949 અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.