મોરબી શહેરમાં અવાર નવાર મારામારીના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે સાબરમતી જેલ હવાલે કરાયો
મોરબી શહેરમાં અવારનવાર મારામારીના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસાં તળે સાબરમતી અમદાવાદ જેલ હવાલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
થોડા દિવસ પહેલા મોરબીના શનાળા રોડ પર આવેલ અજય લોરીયાની સેવા એજ સંપતી ઓફિસમાં પૈસાની લેતી દેતી મામલે તોડફોડ પણ જયેશ કાસુન્દ્રા દ્વારા કરવામાં આવી હતી અને જયેશ કાસુન્દ્રા દ્વારા સોશિયલ મીડિયામાં બે વિડિઓ મૂકી અને અજય લોરીયા પર ગંભીર આરોપો પણ મુકવામાં આવ્યા હતા. ત્યારે મોરબી શહેરમાં અવારનવાર મારામારીના ગુન્હા પકડાયેલ જયેશભાઇ તુલશીભાઇ કાસુન્દ્રા (ઉ.વ.૩૯) રહે.મોરબી રવાપર બોનીપાર્ક શ્રીનાજી પેલેસ ફલેટનં.૫૦૧ મુળ રહે. ઘુનડા તા. ટંકારા વાળા વિરૂદ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.