મોરબી એલસીબી જિલ્લામાં જુગારની બદી અટકાવવા કાર્યરત હોય ત્યારે એલસીબી તેમજ પેરોલ ફલો સ્કવોડ કાર્યરત હોય દરમિયાન સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળી હોઈ કે શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ રહેણાક મકાનમાં અમુક પત્તા પ્રેમીઓ જુગાર રમતા હોય ત્યારે એલસીબી દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી.
મોરબી ના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડ ના રહેણાક મકાનમાં એલસીબી દ્વારા રેઇડ કરવામાં આવી હતી જેમાં રહેણાક મકાનમાં ૭ પત્તા પ્રેમીઓ મળી આવેલ હતા. એલસીબી સ્ટાફ દ્વારા (૧) જીતુભા જાડેજા, (૨) અંબારામભાઈ પટેલ, (૩) પ્રાણજીવનભાઈ પટેલ, (૪) હિતેશભાઈ લુવાણા, (૫) દિલીપભાઈ પટેલ, (૬) સુરજભાઈ પટેલ, (૭) હરજીવનભાઈ પટેલ રહે. બધા મોરબી વાળા હોઈ ત્યારે એલસીબી દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે તેમજ પત્તાપ્રેમિઓ પાસે થી ૪૫,૦૦૦/- ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. તેમજ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા બસ સ્ટેન્ડમા પુછપરછ બારીના પોઇન્ટ પરથી એસટી વિભાગનો કર્મચારી પોતાની ચાલુ ફરજ પરથી પલાયન થઈ પુછપરછ બારી રામ ભરોસે છોડી પોતાના અંગત કામ માટે રાજકોટ જતો રહ્યો હોય ત્યારે ટંકારા બસ સ્ટેન્ડમા વિજલેન્સ દ્વારા ચેકીંગ કરતા કર્મચારી ફરજપર ન મળી આવતા કર્મચારી વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે.
સુત્રો દ્વારા...
મોટા ઉપાડે ઢોર પકડવાની કામગીરી કરવાની અને રખડતા પશુધન થી મુક્તિ અપાવવાની જાહેરાતો ફક્ત લોલી પોપ?
મોરબીમાં દિવસે ને દિવસે રખડતા પશુધન નો ત્રાસ વધતો જઈ રહ્યો છે ત્યારે તેમને પકડવાની કામગીરી કરવાની વાતો અનેક વખત મોરબી નાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબી નગરપાલિકા અધિકારીઓ કરી રહ્યા છે પણ તે...
હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં યુવક તથા સાહેદો ભુંડ પકડવા ગયેલ હોય ત્યારે ત્રણ શખ્સોએ ગાડી ભટકાડી નુકસાન કરેલ જેથી આરોપીઓએ યુવકને અરજી પાછી ખેંચી લેવા તથા ભુંડ પકડવા બાબતે યુવક તથા સાહેદો લાકડાના ધોકા વડે માર માર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામા...