મોરબી: શક્તિનગર સોસાયટીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના સામા કાંઠે કાવેરી સિરામિક પાછળ આવેલ શક્તિનગર સોસાયટીમાં શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રેઇડ કરતા કાવેરી સિરામિક પાછળ આવેલ શક્તિનગર સોસાયટીમાં શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો પરષોત્તમભાઈ હમીરભાઇ શેખા (ઉ.વ.૨૫), હાજીભાઈ ઉમરભાઈ જામ (ઉ.વ.૪૪), અકબરભાઇ દાઉદભાઈ ચનાણી (ઉ.વ.૩૩) તથા જયંતીભાઈ દેવજીભાઈ શ્રીમાળી (ઉ.વ.૪૫) રહે. બધા શક્તિનગર કાવેરી સિરામિક પાછળ મોરબી -૨ વાળાને રોકડ રકમ રૂ. ૧૨,૨૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ -૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.