મોરબી શાકમાર્કેટ પાસે કોહિનુર શેરીમાંથી મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી શાકમાર્કેટ પાસે કોહિનુર શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ભડિયાદ કાંટા પાસે હરીઓમ સોસાયટી જંગલેશ્વર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઇ મનજીભાઈ બરાસરા ઉ.વ.૩૪વાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૧-૨૦૨૩ ના રોજ કોઈ પણ સમયે અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીનો મોબાઈલ બોન VIVO કંપનીનો નોY51A જેની કિંમત રૂ. ૧૫૨૪૫ વાળો મોબાઇલ ફોન કોઈ નજર ચુકવી ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર ધર્મેન્દ્રભાઇએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.