Friday, September 20, 2024

મોરબી: સતનામ નગર સોસા. અને ધર્મભૂમિ સોસા.ને જોડતો રસ્તો ખુલ્લો કરવા ચિફ ઓફિસરને રજુઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં સતનામ નગર સોસાયટી અને ધર્મભૂમિ સોસાયટીને જોડતો 7.50 મીટર પહોળો રસ્તો બંધ કરેલ હોવાથી વાહન આવવા જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી સતનામ સોસાયટીના રહીશો દ્વારા આ રસ્તો શરૂ કરવા મોરબી નગરપાલિકાને લેખીત રજુઆત કરી હતી છે.

મળતી માહિતી અનુસાર સતનામ સોસાયટીના રહીશો દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખીતમાં રજૂઆત કરી છે કે સતનામ નગર સોસાયટી પંચાસર રોડ અને ધર્મભૂમિ સોસાયટી વચ્ચે જોડતો 7.50 મી. નો રસ્તો હાલ બંધ કરેલ છે તો સતનામ સોસાયટી, સેમ રેસીડેન્સ જેવી ઘણી બધી સોસાયટીની વાહન વ્યવહાર માટે મુશ્કેલી પડે છે અને ધર્મ ભૂમિ સોસાયટીના લોકો દ્વારા રસ્તો બંધ કરેલ છે આવા નવર રસ્તો ખુલ્લો કરવાની કોશિશ કરતા ધર્મભૂમિ સોસાયટીના રહીશો ઝઘડો કરતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે કે મોરબી પંચાસર રોડ મુનનગર આગળ આવેલા સતનામ નગર સોસાયટી અને બાજુમાં આવેલ ધર્મભૂમિ સોસાયટી વચ્ચે એક શેરીનાં રસ્તા બાબતે ઘણા સમયથી વિવાદ ચાલતો આવી રહ્યો છે ત્યારે ધર્મભૂમિ સોસાયટીની એક શેરીમાં આડશો ઉભી કરી વાહનોની આવજા કરવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે આ બંધ રસ્તાને કારણે અવારનવાર બન્ને સોસાયટીનાં રહીશો વચ્ચે બોલાચાલી અને ચણભણ થતી રહે છે છતાં પણ ધર્મભૂમિ સોસાયટી દ્વારા રસ્તો બળજબરીથી આડસો ઊભી કરી બંધ કરી દેવામાં આવતા અંતે સતનામ સોસાયટીનાં લોકો દ્વારા કાયદાકીય રીતે પોતાની શેરીનો રસ્તો ખુલ્લો કરવા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. હવે ચીફ ઓફિસર ક્યારે આ રસ્તો ખુલ્લો કરાવશે એ જોવુ રહ્યુ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર