Friday, January 10, 2025

મોરબી: સર્કિટ હાઉસ પાસેથી ચોરી કરેલ મોબાઈ અને મોટરસાયકલ સાથે એક ઇસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી સર્કીટ હાઉસ સામેથી એક ઇસમને ચોરી, છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન નંગ-૧૨ કિ.રૂ. ૮૧,૦૦૦/- તથા મોટરસાયકલ મળી કુલ રૂ. ૯૧,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડ, સ્ટાફ સાથે મોરબી સિટી બી ડિવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ખાનગીરહે બાતમી મળેલ કે, રાકેશ ભુપતભાઇ રહે. મોરબી, સામાકાંઠે કુળદેવી પાન પાછળ, મફતીયાપરા વાળો મોરબી જીલ્લા વિસ્તારમાં આવેલ સિરામીક એકમોમાં મજુરીકામ કરતા મજુરની ઓરડી માંથી તથા માણસોની નજર ચૂકવી ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન સાથે મોરબી સર્કીટ હાઉસ સામે રોડ ઉપરથી મોટરસાયકલ સાથે પસાર મોબાઇલ ફોન વેચવા કે સગેવગે કરવાની પેરવી કરનાર હોય તેવી ચોક્કસ બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ વોચ કરતા રાકેશ ભુપતભાઇ સકેરા ઉવ-૨૦ ધંધો-મજુરી રહે.મોરબી, સામાકાંઠે, કુળદેવી પાન પાછળ, મફતીયાપરા, તા.જી.મોરબી વાળો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન સાથે મળી આવતા જેને રોકી તેની જરૂરી પુછપરછ કરી તેની પાસે રહેલ મોબાઇલ ફોન ચેક કરતા અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ -૧૨ મળી આવેલ તથા તેની પાસે રહેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ GJ-27-AQ-4982 મોટરસાયકલના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા તેને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ તેણે અલગ અલગ તારીખ સમયે અલગ અલગ વિસ્તાર ખાસ કરી પાવરયાળી, ઢુવા માટેલ રોડ ઉપર આવેલ કારખાનાની મજુરોની ઓરડીઓમાંથી આ મોબાઇલ ફોન ચોરી કે છળકપટથી સેરવીને મેળવેલ હોવાનુ હોવાનું જણાવતા હોય જેથી પકડાયેલ ઇસમ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૨ કિ.રૂ.૮૧,૦૦૦/- તથા GJ-27-AQ-4982 મોટરસાયકલ કિ.રૂ. ૧૦,૦૦૦/- નું મળી કુલ રૂ. ૯૧,૦૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબજે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી મોરબી સિટી બી ડિવી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર