Thursday, November 14, 2024

મોરબી: સરકારી શાળાના વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપમેન્ટ માટે ત્રિ- દિવસીય વર્કશોપનો પ્રારંભ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જીલ્લાની સરકારી શાળામાં ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલોપમેન્ટ થાય તે માટે જીલ્લા કક્ષાએ એલ. ઈ. કોલેજ મોરબી ખાતે તા: ૧૨-૧૩-૧૪ એમ ત્રી- દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ.

જે અંતર્ગત પ્રથમ દિવસે ડ્રોઈંગ, ચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં રસ ધરાવતા કુલ ૮૮ વિદ્યાર્થીઓએ આ સ્કિલ ડેવલોપમેન્ટ વર્કશોપમાં ભાગ લીધો. જેમાં વિધાર્થીઓને ડ્રોઈંગ, ચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં નિષ્ણાત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવા જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, જીલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન. એ. મહેતા મેડમ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓએ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડેલ. સમગ્ર વર્કશોપનું આયોજન સમગ્ર શિક્ષાના મદદનીશ જીલ્લા કો.ઓ પ્રવિણ ભોરણીયા અને તેમની ટીમે કરેલ હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર