મોરબી સરતાનપર રોડ પરથી ચોરી કે છળકપટથી મેળવેલ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી સરતાનપર રોડ ઉપરથી એક ઇસમને ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ કિ.રૂ. ૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને ટેક્નીકલ માધ્યમ, ખાનગી રાહે તેમજ હ્યુમન શોર્સીસના માધ્યમથી બાતમી મળેલ કે, એક ઇસમ જેનુ નામ કાલા ગુજર રહે. સરતાનપર રોડ રીય સિરામીક વાળો છે જે ઇસમ પાસે એક હીરો એક્સટ્રીમ મોટર સાયકલ છે જેમાં આગળ કે પાછળ નંબર પ્લેટ લગાડેલી નથી તે મોટર સાયકલ ઇસમે ચોરી કે છળકપટથી મેળવેલ છે. જે ઇસમ સરતાનપર રોડ વાંકાનેર હાઇવે તરફ નિકળનાર છે તેવી બાતમી મળતા ઇસમની વોચમાં રહ્યા અને ઇસમ મળી આવતા તેની પાસે આ મોટર સાયકલના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા જે મોટરસાયકલ બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મોટરસાયકલ જેના સાચા નંબર RJ-125-Z-2725 વાળા આ મોટર સાયકલ ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(ઇ) મુજબ હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.