મોરબી: સરકારના કાર્યક્રમમાં ફક્ત સતાધારી પક્ષને જ સ્થાન કેમ? કોંગ્રેસને કેમ નહી ? ખુલાસો માંગવામાં આવ્યો
મોરબી CMના કાર્યક્રમમાં સતાધારી પક્ષના હોદ્દેદારો સ્ટેજ સ્થાન આપવા અંગે કોંગ્રેસે કલેક્ટર પાસે માંગ્યો ખુલાસો
મોરબીમાં ૨૬ માર્ચ મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો જેમાં સ્ટેજ પર સરકારના કાર્યક્રમમાં સતાધારી પક્ષના હોદ્દેદારોને સ્ટેજ પર સ્થાન આપવું યોગ્ય છે કે નહી તે અંગે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરને રજુઆત કરી ખુલાસો માગ્યો છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીમા મુખ્યમંત્રી સરકારના લોકાર્પણના કાર્યક્રમમાં પધારેલ હોય ત્યારે સતાધારી પક્ષના હોદ્દેદારોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવેલ હતું. જયારે વિરોધપક્ષના હોદ્દેદારોને નજરકેદ કરવામાં આવેલ હતા. તો શું વિરોધપક્ષના હોદ્દેદારો મોરબીના પ્રાણપશ્નોને લઈને રજુઆત પણ ન કરી શકે ? તેમજ આ સરકારના કાર્યક્રમમાં સતાધારી પક્ષના હોદ્દેદારોને સ્ટેજ પર સ્થાન આપવું યોગ્ય છે ? જેનો યોગ્ય ખુલાસો કરી પત્યુતર પાઠવવા કલેક્ટરને રજુઆત કરી મોરબી જીલ્લા કોંગ્રેસે પ્રમુખે માંગ કરી છે.