મોરબી: સમાધાન કરવાની ના પાડતા યુવકને આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબી: મોરબીમાં આરોપી વિરુદ્ધ અગાઉ કરેલ ફરીયાદનુ સમાધાન કરવાની ના પાડતા યુવકને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ સાયન્ટીફીક રોડ પર રહેતા રહીમભાઈ ઉર્ફે ટકો વલીમામદભાઈ ચાનીયા (ઉ.વ.૩૪) એ આરોપી ઈરફાન કરીમભાઈ પારેડી (ઉ.વ.૨૭) રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીને આરોપી વિરુદ્ધ કરેલ અગાઉ કરેલ ઈ.પી.કો.કલમ ૩૦૭ મુજબના કેસમાં સમાધાન કરી લેવાનું કહેતા ફરિયાદીએ ના પાડતા આરોપીએ ફરિયાદીને ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.