Tuesday, September 24, 2024

મોરબી : રીક્ષા ચાલક અને બે ઇસમો દ્વારા ઉલ્ટી થવાના બહાને ૧ લાખની ચોરી કરી, એક આરોપી ઝડપાયો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગત તારીખ ૧૧/૦૭/૨૦૨૨ નાં રોજ માળિયા તાલુકાના ખાખરેચી ગામના નિવાસી પ્રવીણભાઈ આંબારામભાઇ જસાપરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જેતપર ગામનાં બસસ્ટેશન પાસેથી સી.એન.જી. રિક્ષામાં બેસી મોરબી જતા હોઈ ત્યારે રિક્ષામાં સાથે બેસેલ બે અજાણ્યા ઈસમો દ્વારા ઉલ્ટી થતી હોય તેવું બહાનું કરી ફરિયાદના ખિસ્સા માંથી રૂ.૧,૦૦,૦૦૦ ની ચોરી કરી લીધી હતી. બાદ ફરિયાદી ને રીક્ષા માંથી ઉતારી દઇ આરોપીઓ નાશી છૂટ્યા હતા ત્યારે મોરબી તાલુકા પોલીસ મથકમાં આ ત્રણ ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ ના આધારે પોલીસ દ્વારા આરોપીઓ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આ અંગે તપાસ દરમિયાન એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે રીક્ષા નં GJ-૩-BU-2023 નો ચાલક નવલખી ફાટક થી બાયપાસ રોડ રવિરાજ ચોકડી તરફ જતો હોય ત્યારે RTO પાસે એલસીબી ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે ત્યાંથી રીક્ષા ચાલક નીકળતા તેને પકડી પાડવામાં આવ્યો હતો. તેમની પાસેથી રોકડ રકમ ૧ લાખ પણ મળી આવ્યા હતા. ત્યારે તેમની પૂછપરછ કરતાં તેને આ ચોરી તેના બે મિત્રો સાથે મળીને કરી હોવાનું ખુલ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા રીક્ષા ચાલક (૧) ધનજીભાઈ દેવજીભાઈ ગેડાણી (ઉ.વ.૩૯) ને પકડી પાડવામાં આવ્યો હતો. તેના ગુનાહિત ઇતિહાસની તપાસણી કરતા તેનો લોધીકા , મોરબી અને રાજકોટ શહેર પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન, રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં અલગ અલગ છ જેટલા ગુંહાઓમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આરોપીની ધોરણસર અટક કરી છે. ત્યારે હજુ બે આરોપીઓને પકડી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર