મોરબી રેલવે સ્ટેશન નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં બાઈક ચોરો બેફામ બન્યા છે ધોળા દિવસે બાઈકની ચોરી જતા રહે છે અને પોલીસ એક મુક પ્રેક્ષક બની જોતી રહી જાય છે ત્યારે મોરબીના રેલવે સ્ટેશન મેડીકલ કોલેજની બાજુમાં ગેઈટ પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરામા ફુલ-છાબ કોલોની ક્રિશ્નના બંગલા પાછળ રહેતા જગદીશભાઇ રમેશભાઈ બોડા (ઉ.વ.૩૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.એ-૩૯૩૭ જેની કિંમત રૂ. ૩૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.