મોરબી રવાપર રોડ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન
મોરબી : મોરબીના રવાપર રોડના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 24/09/24 થી 4 દિવસ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
શીવ સેવક ગ્રુપ 2012થી આ પ્રકારના કેમ્પનું આયોજન કરે છે. આ કેમ્પમાં અંદાજે 65 જેટલા યુવાનો અને વૃદ્ધ સેવા આપવા માટે આવે છે. આ કેમ્પમાં દેશભક્તિના બેનર અને સામાજિક સંદેશા આપતા બેનર પણ લગાવવામાં આવે છે.
આ કેમ્પમાં 24 કલાક ચા-નાસ્તો, બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવે છે. યાત્રાળુઓ માટે કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા પણ રાખેલ છે. અહીં અંદાજે 1500 લોકો દરરોજ પ્રસાદનો લાભ લે છે. આ કેમ્પમા સીસીટીવી કેમેરા પણ મુકવામા આવે છે.