Sunday, December 22, 2024

મોરબી પગાર કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપડક કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીની રવાપર ચોકડીએ અનુ.જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારવાના પ્રકરણમાં રાણીબા સહિતના આરોપીઓ ફરાર હોય જે પૈકી આજે ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે વિધિવત ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે તો પોલીસે વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગ કરનાર અનુસૂચિત જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ મથકમાં 12 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ફરિયાદને પગલે પાંચ આરોપીએ કોર્ટમાં કરેલી આગોતરા જમીન અરજી રદ થઇ હતી દરમિયાન પોલીસે આરોપી ડી ડી રબારીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કર્યો હતો તો અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ ચલાવી હતી

જેમાં ગઈકાલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ એમ ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે તો વધુ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જેમાં પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા,પ્રીત વડસોલાની ધરપકડ કરીધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર