મોરબી રાજકોટ હાઇવે પર ઇક્વિટી શો-રૂમના પાર્કિંગમાથી બાઇક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી – રાજકોટ હાઇવે પર ઇક્વિટી શો-રૂમના પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ જામનગરના વતની અને હાલ મોરબીના શનાળા બાયપાસ ગોકુલનગર શેરી નં -૨૨ માં રહેતા કાનજીભાઇ વાલજીભાઈ ડાભી (ઉ.વ.૪૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનું હિરો હોન્ડા પેશન પ્રો. મોટર સાયકલ રજીસ્ટર નંબર -GJ-10-BB-7347 વાળુ જે મોડલ ૨૦૧૧ નુ જેની કિ.રૂ.૩૦,૦૦૦/- વાળુ હોય જે કાળા કલરનુ મોટર સાયકલ મોરબી રાજકોટ હાઇવે ઇક્વિટી શો-રૂમ પાસેથી કોઇ અજાણ્યો ઇસમ મોટર સાયકલની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.