મોરબી રાજકોટ હાઇવે પર ખજુરા હોટલ નજીક જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ખજુરા હોટલ નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા હતા.
મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ખજુરા હોટલ નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો પ્રકાશભાઇ વશરામભાઇ ફેફર ઉવ.૪૬ રહે. રાજકોટ સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક તીર્થ એપાર્ટમેન્ટ બ્લોક નં.૪૦૨ રાજકોટ શહેર મુળ રહે.હિરાપર તા.ટંકારા જી.મોરબી, કલ્પેશભાઇ ધીરૂભાઇ બરાસરા ઉવ.૩૮ રહે.મોરબી આલાપરોડ કુંજગલી શેરી મુળ રહે.નસીતપર તા.ટંકારા જી.મોરબી, પિન્ટુલ કરશનભાઇ કાવર ઉવ.૪૨ રહે. મોરબી રવાપર રોડ બાપા સીતારામ ચોક દર્પણ સોસાયટી બ્લોક નં.૧૮૨/A મુળ રહે.નાનાભેલા તા.માળીયા મિં. જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩,૦૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.