Thursday, January 9, 2025

મોરબીના રફાળેશ્વર નજીક ડુપ્લીકેટ દારૂની ફેક્ટરી ઝડપાઈ; 11 ઈસમોની અટકાયત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી એલસીબી ની આ કામગીરી બાદ મોરબી તાલુકા પોલીસ ની કામગીરી પર સવાલ ઉભા થયા

મોરબી: મોરબીના જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્વર રેલવે ફાટક પાસે રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલા બાલાજી એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનમાં ભાડે રાખી આરોપી સુરેશભાઈ આત્મારામ ડુકીયા ડુપ્લીકેટ દારૂની ફેક્ટરી ચાલું કરી હતી જે અંગે મોરબી એલસીબી પોલીસને બાતમી મળતા પોલીસે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી ૧૧ ઈસમોને ઝડપી પાડી ૧૫,૬૫,૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અન્ય એક આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્વર રેલવે ફાટક પાસે રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલા બાલાજી એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉન આરોપી સુરેશભાઈ આત્મારામ ડુકીયા રહે. સીરસા હરીયાણાવાળાએ ગોડાઉન ભાડે રાખી તેમા ૧૧ જેટલા ઈસમો પગારદાર તરીકે કામ ઉપર રાખી તેઓ પાસે સાથે મળી એકબીજા સાથે મેળાપીપણુ કરી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની પરપ્રાંતીય મેકડોવેલ્સ-૦૧ કલેકશન વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બનાવટી ઇંગ્લીશ દારૂની કેફી પ્રવાહી ભરેલ બોટલો નંગ-૨૮૩૨ કી.રૂ. ૧૦,૬૨,૦૦૦/- તથા ગોડાઉનમાંથી બનાવટી તૈયાર ઇંગ્લીશ દારૂ (પ્રવાહી) લી-૨૫૦૦ કી.રૂ. ૧,૨૫,૦૦૦/- તથા સાધન સામગ્રી, જેમાં અલગ અલગ પ્રકારના લીકવીડ તથા પાવડર કેમીકલ, ખાલી બોટલો, ઢાંકણા, ઇંગ્લીશ દારૂની બોટલો ઉપર લગાડવાના સ્ટીકરો, પેકીંગ મશીન, લેબ ટેસ્ટીંગ કીટ, તથા મોબાઇલ ફોન નંગ-૦૬ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૧૫,૬૫,૩૦૦/- ના મુદામાલ સાથે આરોપી (૨) બિશ્ર્વજીત સાદુરામ રામસહાય ઉ.વ. ૨૭ (૩) ચન્દ્રપકાશ હેતરામ રામદયાલ ઉ.વ. ૨૪ (૪) રીંકુ શિવપાલ રગુનાથ કશ્યપ ઉ.વ. ૧૯ (૫) રંજીત રોહનલાલ રામસાહય ઉ.વ. ૧૯ (૬) રાજકુમાર અઝઝુદીલાલ કેસરી ઉ.વ. ૨૭ (૭) રવિ જયરામ કોમીલ ઉ.વ. ૨૮ (૮) લીલાધર ધરમપાલ મેવારામ ઉ.વ. ૨૨ (૯) નિલેશ ગજેન્દ્રપાલ નોખેલાલ રાઠોડ ઉ.વ. ૨૩ (૧૦) ધર્મેન્દ્ર જંગબહાદુર નથ્થુ કશ્યપ ઉ.વ. ૨૨ રહે. નં-૨ થી ૧૦ હાલ જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્ર્વર રેલ્વે ફાટક પાસે રફાળેશ્ર્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ખાતે આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનની ઓરડીમાં મુળ ગામ સિઉરા ગામ પોસ્ટ મીરાનપુર કટરા થાના કટરા તા. તીલહર જી.સાહજહાપુર ઉતરપ્રદેશ તથા (૧૧) સચીનકુમાર સન્તરામ રામઅંજોર કોરી ઉ.વ.૨૮ ધંધો મજુરી મુળ ગામ પુરે હ્યદય કા પુરવા, ગાજીપુર, થાના રામગંજ તા.જી.અમેઠી ઉતરપ્રદેશ (૧૨) બલવાનસિંહ દોલતસિંહ કમોતસિંહ ચૌહાણ/ઉ.વ. ૫૩ રહે. મુળ ગામ ગ્વાલીયર પ્રસાદનગર, સંદિપવિધ્યાલયની બાજુમાં ચાર શહરકા નાકા ગીર્દ (મધ્ય પ્રદેશ) મુળ ગામ ઉચાડ તા.ઇન્દરગઢ જી. ઘટીયા મધ્યપ્રદેશવાળાને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે તેમજ આરોપી સુરેશભાઈ આત્મારામ ડુકીયા રહે. સીરસા હરીયાણાવાળો સ્થળ પર હાજર નહી મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ વિરુદ્ધ પ્રોહીબિશન ધારા કલમ -૬૫એઇ,૧૧૬બી, ૮૧મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર