Saturday, January 18, 2025

મોરબી રાજપર રોડ પર કાર ચાલકે બેફામ ઓવર સ્પીડ કાર ચલાવી: બે બાઇક ચાલકને હડફેટે લીધા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં અવારનવાર ઓવર સ્પીડે ગાડી હંકારી અકસ્માત સર્જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના રાજપર રોડ પર એક કાર ચલા કે ઓવર સ્પીડે ગાડી હંકારી બે બાઈક ચાલકને લેતા ચાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા

મોરબીના રાજપર શનાળા રોડ પર ઓવર સ્પીડ જતી કાર રોંગ સાઈડમાં ધસી જઇ બે બાઇકને હડફેટે લીધા હતા જે બનાવમાં ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા માવજીભાઈ કેશુભાઈ પરમાર (ઉ.વ.44) એ આરોપી ફોર વ્હીલો કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળી એક ફોર વ્હિલ કાર  પુર ઝડપે ચલાવી લાવી ફરીયાદિના દીકરા મહેશભાઈના મોટર સાયકલ રજી.નં- GJ-36-AD-9733 તથા બીજા ચેતનભાઈના મોટર સાયકલ રજીસ્ટર નંબર GJ-36-AH-1543 ની સાથે કાર ચાલકે ટક્કર મારી બંન્ને બાઈક ચાલકને નિચે પછાડી દઈ ફરીયાદિના દીકરા મહેશભાઈ તથા સાહેદ રજનિકાંતભાઈને તથા બિજા બાઈકના ચાલક ચેતનભાઈને શરીરે સામાન્ય મુંઢ ઇજા થયેલ હતી તેમજ પાછળ બેસેલ તેમના સગા ભાઈ તીરથભાઈને પણ મુંઢ ઈજા કરી હતી.  આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર