મોરબી: શ્રી પ્રાયોગિક પ્રાથમિક શાળામાં SR ગ્રુપ અને પ્રાયોગિક પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ઇકો ક્લબ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત અભિયાન”નું વ્યાખ્યાન યોજાયું હતું.
જેમાં SR ગ્રુપ તરફથી સંગીતાદીદીએ સરળ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં પ્રદૂષણથી થતા નુકશાન વિશે વાત કરવામાં આવી હતી તેમજ મહાનગરપાલિકા જ્યારે પ્લાસ્ટિક મુક્ત મોરબી માટે કાર્ય કરતી હોય ત્યારે શાળા અને SR ફાઉન્ડેશને કપડાની થેલી કે બાયોબેગના ઉપયોગ વિશે જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું અને ચેતનભાઈએ પ્લાસ્ટિક અને બાયોબેગનો પ્રેકટીકલ ડેમો બતાવ્યો હતો. અંતમાં પ્રાયોગિક પ્રાથમિક શાળાના આચાર્ય મનનભાઈએ વિદ્યાર્થીઓને મોરબીને પ્લાસ્ટિક મુક્ત કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર અગ્નિશમન શાખા દ્વારા ગત તારીખ ૦૬/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે મચ્છુ ડેમ-૨ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોટ ડ્રીલમાં પાણીમાં ડૂબતી વ્યક્તિ અથવા આકસ્મિક સંજોગોમાં ફસાયેલ વ્યક્તિને બોટ અને રોબોટ એમ બંન્ને દ્વારા રેસ્ક્યુ કરવાની ડ્રીલનું લાઈવ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું...
મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન તેમજ રખડતા ઢોરની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર ૦૨૮૨૨-૨૨૦૫૫૧ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જાહેર જનતા ફરિયાદ લખાવી શકે છે. તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (પ્રોજેક્ટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર એપ્રેન્ટીસોની જગ્યાની ભરતી કરવા માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન મોરબી મહાનગરપાલિકા કચેરી, મોરબી શહેર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોને હાજર રહેવા અંગે જાણ કરવામાં આવે છે.
જેમાં કોમ્પ્યુટર ઓપરેટર (કોપા) ની ૮ જગ્યાઓ માટે આઈ.ટી.આઈ. પાસ આઉટ ઉમેદવારો માટે અને બેન્ક...