મોરબી પોલીસ દ્વારા ” હર ઘર ત્રિરંગા” કાર્યક્રમ અંતર્ગત નગરજનોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરાયા
મોરબી: મોરબી જીલ્લા પોલીસ દ્વારા ” હર ઘર ત્રિરંગા” કાર્યક્રમ અંતર્ગત વાહન ચાલકો તેમજ નગરજનોને રાષ્ટ્રધ્વજનુ વિતરણ કરી જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
પ્રધાનમંત્રી દ્વારા પ્રેરીત હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત દેશના દરેક શહેર અને ગામે ત્રિરંગો લેહરાય તેવી રાજય સરકારની નેમ છે. જે અનુસંધાને પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક એસ.એચ. સારડાની સુચના મુજબ મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક પોલીસ દ્વારા ઘર-ઘર ત્રિરંગો ફરકાવવા માટે લોકોને પ્રેરણા મળે તે સારૂ વાહન ચાલકો તેમજ નગરજનોને રાષ્ટ્રપ્રેમના ગૌરવ વધારતા ૧૦૦૦ થી વધુ ત્રિરંગાનુ નિઃશુલ્ક વિતરણ કરીને મોરબી જીલ્લાના નાગરીકોને દરેક ઘરે ત્રિરંગો લહેરાવવા અપીલ કરી. દેશની આન-બાન-શાન એવો ત્રિરંગો સ્વતંત્રતા પર્વ પર ઘરે-ઘરે લહેરાશે અને ભારતમાતાનુ જય ગાન કરશે.