Sunday, September 8, 2024

પક્ષ મોટો, સખ્શ મોટો કે સમાજ મોટો..?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હાલમાં કાજલ હિન્દુસ્તાની ને લઈને મોરબી પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠયો છે

થોડા મહિનાઓ પહેલાં સુરત નાં એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબીની પાટીદાર સમાજ ની દીકરીઓ ને લઈને પાયાવિહોણી વાત કરવામાં આવી હતી જેને લઈને મોરબી પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠયો છે

જેને લઇને મોરબીનાં પાટીદાર સમાજ ના અગ્રણી મનોજ પનારા સહિતના આગેવાનો દ્વારા સૌ પ્રથમ વખત મોરબીનાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન જઈને ફરીયાદ નોંધાવી હતી અને કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી માંગે તેવી મીડિયા થકી વાત પણ મૂકવામાં આવી હતી અને આ બાદ માળીયા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માં પણ આ બાબતે પાટીદાર સમાજ ના યુવાનો દ્વારા ફરીયાદ નોંધવા અરજી કરવામાં આવી હતી

પરંતુ આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નહિ અને નાં તો કાજલ હિન્દુસ્તાની એ પાટીદાર સમાજ ની માંફી માંગી જેથી પાટીદાર સમાજ ની વિવિધ સંસ્થાઓ દ્વારા એક રેલી કાઢી અને મોટી સંખ્યામાં સમાજના લોકો દ્વારા મોરબી કલેકટરે ઓફિસ ખાતે કલેકટર ને આવેદન પત્ર આપી અને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ યોગ્ય પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી

પરંતુ આ પાટીદાર સમાજ ની દીકરીઓ વિશે કરવામાં આવેલી પાયાવિહોણી વાતને લઈ ને પાટીદાર સમાજ માંથી આવતા સાંસદ કે મોરબીમાં ચૂંટાયેલા ત્રણ ત્રણ ધારાસભ્ય હોવા છતાં આ બાબતે હજુ સુધી કોઈ એક સબ્દ પણ બોલવા તૈયાર નથી થયું

ત્યારે સવાલ હવે એ ઉભો થાય છે કે પક્ષ મોટો, સખ્શ મોટો કે સમાજ મોટો..? આમતો અવાર નવાર સોશિયલ મીડિયા અને મીડિયામાં બયાનબાજી કરતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કેમિકલ માફિયાઓને બચાવવા અડધી રાત્રિએ વિડીઓ મૂકે અધિકારીઓ ને ખખડાવે છે પણ જ્યારે સમાજની દીકરીઓ ની વાત આવી ત્યારે કેમ મૌન થઈ ગયા

આવીજ વાત ટંકારા પડધરી નાં ધારાસભ્ય દુલભજીભાઈ દેથરિયા ની પણ છે ટોલ નાકા કાંડના મુખ્ય આરોપી ને બચાવવા માટે ખરા બપોરે જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે દોડી ગયા હતા તો સમાજની દીકરીઓ માટે કેમ જવાતું નથી આવાજ એક ધારાસભ્ય પ્રકાશ વરમોરા છે કે જે મોટા ઉદ્યોગપતિ પણ છે કાજલ હિન્દુસ્તાની એ મોરબી પાટીદાર સમાજ ની દીકરીઓ અને તેમના ઉદ્યોગપતિઓ ને લઇ ને જે પાયાવિહોણી વાત કરી છે તેને લઈ ને મૌન સાધી લીધું છે તો પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા પણ આ બાબતે એક લીટી બોલવા તૈયાર નથી

સમાજના ખંભે બંધુક રાખી પક્ષ પાસે થી ધારાસભ્ય ની ટિકિટ મેળવી સમાજને જરૂર હોઈ ત્યારે આવી બાબતે આવા લોકો દૂર કેમ ભાગી રહ્યા છે શું તેમના માટે પક્ષ મોટો થઈ ગયો છે ? તે પણ એક સવાલ છે

ત્યારે આગામી ૦૯/૦૪/૨૦૨૪ નાં રોજ મોરબીનાં બાપા સીતારામ ચોક ખાતે એક મહા સંમેલન બોલાવવામાં આવ્યું છે ત્યારે આ સાંસદ સભ્ય અને ધારાસભ્યો ત્યાં સમાજની સાથે ઉભા રહી ત્યાં હાજરી આપશે કે આ મહા સંમેલન થી દુરી બનાવી રાખે છે ?

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર