મોરબી: “પાટીદાર સમાજનો હુંકાર”, આવતીકાલે યુવાનો પિસ્તોલના લાયન્સ માટે કલેકટરને આવેદન પાઠવશે
મોરબી જીલ્લામાં પાટીદાર સમાજના દીકરા – દિકરીઓ ઉપર થતા અન્યાયને લઈને આવતીકાલે મોરબી જીલ્લાના પાટીદાર સમાજના યુવકોના સ્વરક્ષણ માટે પાટીદાર યુવા સંઘ દ્વારા પિસ્તોલના લાયન્સ મેળવવા માટેનું કલેકટરને આવેદનપત્ર પાઠવશે.
મોરબી જીલ્લામાં પાટીદાર સમાજના દિકરા – દિકરીઓ પર અન્યાય કરવામાં આવી રહ્યો છે. પાટીદાર સમાજના યુવકોને વ્યાજના ચક્રમાં ફસાવી ડરાવી ધમકાવી તેમજ અપહરણ કરી માર મારવામાં આવી રહ્યો છે તેમજ કેટલાક યુવાનોની હત્યા કરવામાં આવી છે તો કેટલાક યુવાનોને વ્યાજના વિષ ચક્રમાં ફસાવી આત્મહત્યા કરવા મજબૂર કરવા સહિતના કિસ્સાઓમાં દિવસે ને દિવસે વધારો નોંધાય રહ્યો છે ત્યારે અન્યાયની સામે કાયદાકીય રીતે લડવાના એક માત્ર હેતુથી મોરબી પાટીદાર સમાજ દ્વારા શ્રી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરેલ છે. જેમાં પાટીદાર યુવા સેવા સંઘના તમાંમ મિત્રોને સ્વરક્ષણ માટે પિસ્તોલની જરૂરિયાત હોય તેથી પિસ્તોલના લાયન્સ મેળવવા માટેનું પાટીદાર યુવા સંઘ દ્વારા આવતીકાલે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.