Monday, October 21, 2024

મોરબી પટેલ બોર્ડીંગના રૂમમાંથી મોબાઈલ ચોરી થયાની ફરીયાદ નોંધાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી વીસીફાટક નજીક પટેલ બોર્ડીંગના રૂમમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ પાંચ મોબાઇલ કિં રૂ.૩૮૦૦૦ ના મતામાલની ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ વડોદરાના રહેવાસી અને હાલ મોરબી વીસીફાટક પાસે પટેલ બોર્ડીંગમા રહેતા મિતભાઈ હરેશભાઈ વેકરીયા (ઉ.વ.૨૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૧૦-૨૦૨૩ થી ૦૯-૧૦-૨૦૨૩ વચ્ચે કોઈ પણ સમયે ફરીયાદી તથા તેના મિત્રોના મોબાઇલ REALME X7 MAX કિ.રૂ. ૭૦૦૦/- તથા SAMSUNG A53 કિ.રૂ. ૯૦૦૦/- તથા VIVO T2 5G કિ.રૂ. ૯૦૦૦/- તથા REALME 9PRO કિ.રૂ. ૮૦૦૦/- તથા OPPO A5 IMEI કિ.રૂ. ૫૦૦૦/- એમ કુલ કિ.રૂ. ૩૮૦૦૦/- વાળા મોબાઇલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાથી ભોગ બનનાર મિતભાઈ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર