Monday, December 23, 2024

મોરબી: પરશુરામ ધામ ખાતે એક દિવસીય આધ્યાત્મિક વિકાસ શિબિર યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગત તા. ૦૫-૧૧-૨૦૨૩ ને રવિવારના રોજ પરશુરામ ધામ ખાતે રામચરિત માનસ સિદ્ધાંત આધારિત એક દિવસીય આધ્યાત્મિક વિકાસ શિબિર યોજાઈ હતી.

આ શિબિર સ્વર્ગીય સરોજબેન ભુપતભાઈ પંડ્યા તથા સ્વ ભાનુમતિબેન કે ભટ્ટ ના સ્મરણાર્થે પરશુરામ ધામ ટ્રસ્ટ તથા બ્રહ્મ આગેવાન યુવાનો તથા મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જે શિબિરના મુખ્ય વક્તા ડોક્ટર ગોપાલ શાસ્ત્રીજી હતા જે શિબિરનો મુખ્ય ઉદ્દેશ નવી ભોજન પ્રથાથી દવા વિના રોગમુક્તિ નહોતો આ શિબિર સવારના આઠ કલાકે શરૂ કરવામાં આવી હતી અને બપોરે 3:30 કલાકે પૂર્ણ કરવામાં આવી હતી આ શિબિરમાં બપોરના સમયે પ્રાકૃતિક ભોજન પીરસવામાં આવ્યું હતું અને અલગ અલગ જ્યુસ પણ પીરસવામાં આવ્યા હતા.

આ શિબિરનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ભોજન લેવાથી દવા વગર શરીરમાં એક કે બે મહિનામાં કોઈ પણ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે આવું ગોપાલ શાસ્ત્રી જી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ શિબિરમાં 130થી વધારે લોકોએ ભાગ લીધેલ હતો આ શિબિરને સફળ બનાવવા માટે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા અનિલભાઈ મહેતા રાજેન્દ્રભાઈ ભટ્ટ યુવક મંડળ ટ્રસ્ટના પ્રૂમુખ નરેન્દ્રભાઈ મહેતા કિશનભાઇ ઉપાધ્યાય પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ અતુલ ભાઈ જોશી હરેશભાઈ જાની સુરેશભાઈ જોશી જીતુભાઈ ભટ્ટ જિલ્લા બ્રહ્મ સમાજ મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ નિરજભાઈ ભટ્ટ તેમજ મુકેશભાઈ જાની મુકેશભાઈ રાજગોર રાજુભાઈ ત્રિવેદી ધ્યાનેશ ભાઈ રાવલ જિલ્લા બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ કિરણ બે ઠાકર નીલા બેન પંડિતોતેમજ બ્રહ્મ આગેવાનોએ જેહમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર