મોરબી: પરિણીતાને ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબીના ઇન્દિરાનગરમા રહેતી દીકરી મોરબીના ક્રુષ્ણનગર ગામે (ગુંગણ) સાસરે હોય જ્યાં સાસરીયા પક્ષ દ્વારા પરિણિતાને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ઇન્દીરાનગરમા રહેતા જોશનાબેન રતિલાલ મુછડીયા (ઉ.વ.૩૦) એ આરોપી રતીલાલ નથુભાઇ મુછડીયા (પતિ), સોમબેન નથુભાઇ મુછડીયા (સાસુ), વિજુબે નથુભાઇ મુછડીયા (નણંદ), રંજનબેન હરીભાઇ મુછડીયા (જેઠાણી) રહે. બધા ક્રુષ્ણનગર ગામ ગુંગણ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ, નણંદ,જેઠાણી એ અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી ગાળો આપી મારકુટ કરી એકબીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.