મોરબી જિલ્લાના પરવાના વાળા હથિયાર ધારકોએ પોતાના હથીયારો ચૂંટણી આયોજીત વિસ્તારમાં લઈ જવા પર પ્રતિબંધ
મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીમાં મોરબી જિલ્લામાં આવેલ હળવદ નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર, વાંકાનેર નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર, માળીયા(મીં.) નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર તેમજ ૨- ચંદ્રપુર તાલુકા પંચાયત મતદાર વિભાગ (વાંકાનેર) અને ૧૨-સરવડ તાલુકા પંચાયત મતદાર વિભાગ (માળીયા મીં.)માં સમાવિષ્ટ થતા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જીલ્લામાંઆવેલ તમામ આત્મરક્ષણના/પાકરક્ષણના પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના પરવાના વાળા હથિયાર સાથે કોઈ સરઘસ કાઢવા કે સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવતા મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરીએ એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.
આ આદેશ અન્વયે મોરબી ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારી/અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવેલ હોઈ, તમામ મેજીસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટ, ઈન્કમટેક્ષ, સેન્ટ્રલ એક્સાઈઝ, પોર્ટ, રેલવે, સંરક્ષણની ત્રણેય પાંખોના અધિકારીઓ/કર્મચારીઓ, મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, કોર્પોરેશન સહીત)ના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તેમને તેમના પરવાના વાળા હથિયારો હેરફેર કરવા પર, ઔદ્યોગિક એકમો, ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો વગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરીટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એ.ટી.એમ તથા ક૨ન્સી ચેસ્ટની લેવડ-દેવડ ક૨તાં હોય તેવા હથિયારધારી સિકયુરીટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાં આથી મુક્તિ આપવામાં આવે છે. પરંતુ સિકયુરીટી ગાર્ડએ તેઓ બેન્કમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં હોય તે સંબંધિત એજન્સી/એકમનું ફોટોગ્રાફ સાથેનું ઓળખપત્ર પોતાની સાથે રાખવાનું રહેશે. તેમજ જે તે સંબંધિત એજન્સી/એકમના અધિકૃત અધિકારીએ આવા સિક્યુરીટી ગાર્ડની વિગતવાર માહિતી જે તે રાબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે અને રાબંધિત પોલીસ સ્ટેશને આ અંગે નિયમોનુસારની ચકાસણી કરી લેવાની રહેશે, શુટીંગની રમતના રમતવીર કે જેઓ વિવિધ સ્તરે રાષ્ટ્રીય રાઈફલ એસોસિએશનના સભ્ય છે અને તેમણે વિવિધા શુટીંગ સ્પર્ધામાં ભાગ લેવાનો થતો હોય જેમાં તેઓ તેમની રાઈફલનો ઉપયોગ કરે છે તેમને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપી હોય તેમને આ આદેશ લાગુ પડશે નહી.