મોરબી પંચાસર રોડ પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી પંચાસર રોડ રાજનગર કેનાલ નજીક બાવળની કાંટ પાસેથી ઈંગ્લીશ દારૂના ૧૦ ચપલા સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી પંચાસર રોડ રાજનગર કેનાલ નજીક બાવળની કાંટ પાસેથી જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૧૦ કિં રૂ. ૧૦૦૦ નાં મુદામાલ સાથે આરોપી આદીલભાઈ મયુદીનભાઈ કુરૈશી (ઉ.વ.૨૪) રહે. વીશી પરા મદીના સોસાયટી મોરબી મૂળ રહે. જૈનાબાદ તા. પાટડી જી. સુરેન્દ્રનગરવાળાને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.