મોરબી નગરપાલિકાની બલિહારી ધોળાદિવસે ઝળહળતી સ્ટ્રીટ લાઈટો
મોરબીના જાહેરમાર્ગો પર ચોવીસ કલાક ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટોના કારણે લાખો રૂપિયાની વિજળીનો વેડફાળ
મોરબી નગરપાલિકાના કારણે મોરબીના તમામ જાહેર માર્ગો સોસાયટીની શેરીએ શેરીએ વર્ષોથી રાત દિવસ ચોવીસ કલાક મોંઘી મોંઘી સ્ટ્રીટ લાઈટો સતત ચાલુ રહે છે,જેના કારણે લાખો રૂપિયાની વિજળીનો વેડફાળ થાય છે,લાઈટો સતત ચાલુ રહેતી હોવાના કારણે ખુબજ મોંઘી કિંમતની એલ.ઈ.ડી.લાઈટ પણ ખરાબ થઈ જાય છે,એકબાજુ અનેક સોસાયટીઓમાં એલ.ઈ.ડી. લેમ્પના અભાવે રાત્રે અંધારપટ જોવા મળે છે,બીજીબાજુ ધોળા દિવસે દીવડા ઝગમગી રહયા છે જેના અખબારી અહેવાલો અનેક વખત પ્રકાશિત થયેલ હોવા છતાં નગરપાલિકાના આંધળા,બહેરા અને મુંગા તંત્રને કોઈ જ અસર નથી હોય એમ વર્ષોથી વીજળીના વેડફાળનો પ્રશ્ન હલ થયેલ નથી એ ખુબજ ગંભીર બાબત છે.